પટણા: બિહારના ચૂંટણી રણમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ ગઈ છે. સાસારામમાં પહેલી ચૂંટણી રેલીને સંબોધન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા. આ દરમિયાન રેલીના સ્થળે મોદી-મોદીના ખુબ નારા લાગ્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં  ભોજપુરીમાં કહ્યું કે બિહારના સ્વાભિમાની અને મહેનતી ભાઈ બહેનો તમેને બધાને પ્રણામ. બિહારે પોતાના 2 સપૂતોને ગુમાવ્યા છે. દલિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનારા રામવિલાસ પાસવાનજીને શ્રદ્ધાંજલિ. બાબુ રઘુવંશ પ્રસાદજી પણ આપણી વચ્ચે નથી. તેમને પણ શ્રદ્ધાંજલિ. આજે રોહતાસની સાથે સાથે આકપાસના અન્ય જિલ્લાઓના સાથીઓ પણ આવ્યા છે. ટેક્નોલોજીના માધ્યમથી ઘણા સાથી અને એનડીએના ઉમેદવાર જોડાયા છે. હું તમારા બધાનું અભિવાદન કરું છું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિરોધીઓ ઉપર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે આર્ટિકલ 370 અને નવા ખેડૂત કાયદા પર વિપક્ષ આકરા પ્રહાર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું  સૌથી પહેલા તો હું બિહારના લોકોને બે વાત માટે શુભેચ્છા પાઠવવા માંગુ છું. પહેલી એ વાત કે બિહારના લોકો આટલી મોટી આફતનો ડટીને મુકાબલો કરી રહ્યા છે. આજે બિહાર કોરોનાનો મુકાબલો કરીને બધી સાવધાનીઓ વર્તીને લોકતંત્રના પર્વને ઉજવી રહ્યું છે. બીજી શુભેચ્છા એ આપવા માંગુ છે કે ચૂંટણીના આટલા દિવસો પહેલા જ તેમણે પોતાનો સ્પષ્ટ સંદેશ સંભળાવી દીધો છે. મે બિહારના અનેક લોકો સાથે નજીકથી કામ કર્યું છે. તેમની પાસેથી ઘણું શીખ્યો છું. એક વાત જે બિહારના લોકોની મને ખુબ સારી લાગે છે તે છે તેમની સ્પષ્ટતા. તેઓ કન્ફ્યૂઝનમાં રહેતા નથી, કોઈ ભ્રમમાં રહેતા નથી. 


તેમણે કહ્યું કે બિહારના લોકોએ મન બનાવી લીધુ છે, નક્કી કરી લીધુ છે કે જેમનો ઈતિહાસ બિહારને બીમારું બનાવવાનો છે તેમને આસપાસ પણ નહીં ફટકવા દઈએ. બિહારના લોકો ભૂલી ન શકે કે જ્યારે સૂરજ ઢળવાનો મતલબ થતો હતો કે બધુ બંધ થઈ જવું, ઠપ્પ થઈ જવું. આજે વીજળી છે, રસ્તા છે,  લાઈટો છે, અને સૌથી મોટું તો એ માહોલ છે જેમાં રાજ્યના સામાન્ય નાગરિક ડર્યા વગર રહી શકે છે. જીવી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube